સુપ્રીમ કોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. પતંજલિ આયુર્વેદ લિમિટેડે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તેને 14 ઉત્પાદનના વેચાણ પર રોક લગાવી દીધી છે જેના નિર્માણ લાઇસન્સ ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ પ્રાધિકરણે એપ્રિલમાં સસ્પેન્ડ કર્યા હતા. કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠને જણાવ્યું હતું કે તેને 5,606 ફ્રેન્ચાઇઝી સ્ટોરને તે ઉત્પાદનને પરત લેવાનો આદેશ આપ્યો છે. તે બાદ બેન્ચે પતંજલિ આયુર્વેદને એક એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો.