કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કેજરીવાલ માટે વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈ દ્વારા ધરપકડને પડકારી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સીબીઆઈને નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે.