MCX એટલે કે ભારતીય વાયદા બજારમાં આજે સોનું 116 રૂપિયાના ઘટાડા સાથે 70,583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જ્યારે કાલે તે 70,699 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 193 રૂપિયાની તેજી સાથે 81,242 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી. જે કાલે 81,049 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સામાન્ય ઉછાળા સાથે જોવા મળ્યું. 13 રૂપિયા ચડીને 70,457 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 70,444 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 38 રૂપિયા વધારો જોવા મળ્યો અને ભાવ 80,740 પર પહોંચ્યો જે કાલે 80,702 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
HDFC સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) સૌમિલ ગાંધીએ કહ્યું કે મંગળવારે સોનામાં તેજી જોવા મળી કારણ કે સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓની માંગણીએ કિમતી ધાતુની તેજીને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે આ સિવાય એ વાતની ચિંતા હતી કે ઈરાન આ અઠવાડિયાની શરૂઆતમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે જેનાથી સોનાના સુરક્ષિત રોકાણનું પ્રીમિયમ વધી ગયું છે.