કોલવણા પ્રાથમિક શાળા માં સરપંચ ઝફર ગડીમલ એ ધ્વજારોહણ કર્યું
હાઈસ્કૂલમાં માજી આચાર્ય નજીરભાઈ એ ધ્વજવંદન કર્યું
હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ માં સહકાર આપવા દાતાઓ ને અપીલ કરવામાં આવી
15 મી ઔગષ્ટ આવતા ની સાથે જ લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.નાગરિકો દ્વારા પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે ની વફાદારી,કંઈ કરી છૂટવા ની ભાવના ચેહર ઉપર છલકાતી હતી.૧૫ મી ઓગષ્ટ ની વહેલી સવાર થી ભૂલકાઓમાં અને નાગરિકોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.શાળા ના બાળકો એ ગામ માં પ્રભાત ફેરી કાઢી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગુંજવી નાંખ્યુ હતુ.આધી રોટી ખાંયેગે,દેશકો બાચાએગે ના નારા બુલંદ થયા હતા.કોલવણા ગામની પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલ એ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રભાવના બતાવી હતી.આઝાદી અમર રહો ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
કોલવણા હાઈસ્કૂલ માં માજી આચાર્ય નજીરભાઈ ના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.હાઈસ્કૂલ ના ચાર ક્લાસમાં સ્માર્ટ બોર્ડ મહાનુભાવો ના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ક્લાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી અને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત લોકો અને દાતાઓને હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ કાર્ય માં દાન આપવા અપીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં તલાટી અશરફભાઇ,હાઈસ્કૂલ ના પ્રમુખ અબ્દુલભાઇ ગોઇડ,અગ્રણી ગુલામ મુસા,માજી ચેરમેન સુલેમાન ઉઘરાદાર,માજી સરપંચ ઇલ્યાસ રમુજી, ડે.સરપંચ નશીમબેન,શબ્બીરભાઈ વટાણીયા,મુબારક ફાટા,શાયરાબેન,ટ્રસ્ટી મંડળ,પંચાયત ના સભ્યો,આચાર્ય,શિક્ષક ગણ તેમજ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.
જર્નલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.