Satya Tv News

કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા, ખટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચી બહાર કઢાઈ, ચારેય ગુમ

વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે. NDRFના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ક્રેન મંગાવવામાં આવી હતી અને ક્રેન દ્વારા કારને બહાર કાઢવાની પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે, વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું કહેવાય છે.

ક્રેન દ્વારા કાર ખેંચીને બહાર કિનારા સુધી લાવવાની સાથે જ ક્રેનનું દોરડું તૂટી જતાં કાર એકવાર તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં કાર બહાર કાઢી લેવામાં આવી છે.

error: