Skip to main content

Satya Tv News

વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા લીક થયો હતો, જેમાં વિકી કૌશલ સંભાજી મહારાજના રોલમાં જોવા મળ્યો હતો. એવામાં હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.ફિલ્મના ટીઝરમાં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે. સંભાજી મહારાજની બહાદુરી, હિંમત, બલિદાન અને લશ્કરી વ્યૂહરચના ઉપરાંત છાવા તેની પત્ની સાથેની તેની હૃદયસ્પર્શી પ્રેમકથા રજૂ કરે છે.

ફિલ્મમાં રશ્મિકા સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા ભજવી છે. ફિલ્મ (છાવા મૂવી)નું ટીઝર ખૂબ જ જોરદાર છે. જેમાં વિકી કૌશલ સંભાજી મહારાજના રોલમાં ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ફિલ્મનું ટીઝર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.ફિલ્મ ‘છાવા’ 6 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં વિકી અને રશ્મિકા સિવાય અક્ષય ખન્ના પણ જોવા મળશે.

error: