Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી દિવસોએ બિહાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. આ સાથે અસર સાગર વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં 23 ઓગસ્થી રાજ્યમાં ભારે વરસાદ થશે તો 23 થી 26 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ થશે.26 ઓગસ્ટ પછી વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થશે.

તા. 20 અને 21 નાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દમણ, તાપી, ડાંગ સહિતનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાત પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી નહિવત વરસાદ પડી શકે છે. તેમજ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગમાં પણ હળવો વરસાદ નોંધાવવાની શક્યતા છે.

error: