Satya Tv News

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મામલો થાણેના અંબરનાથ જામભૂલ ફાટાનો છે. બદલાપુરના રહેવાસી સતીશ શર્માના પિતા બિંદેશ્વર શર્મા તેમની પુત્રવધૂ, પૌત્ર અને પરિવારના અન્ય સભ્યોને તેમની કારમાં મુંબઈના કોલાબા સ્થિત તેમના ઘરે લઈ જઈ રહ્યા હતા પરંતુ સતીશ શર્માને તે ગમ્યું નહીં. જેથી ગુસ્સામાં તેણે પરિવારની કારનો પીછો કર્યો હતો. તેણે સ્ટેટ હાઈવે પર તેના પિતાની કારને પાછળથી ટક્કર મારી હતી. આ દરમિયાન બે રાહદારીઓ પણ તેની સાથે અથડાયા હતા. સતીશ અહીં જ ન અટક્યો યુ-ટર્ન લઈને પરત ફરતી વખતે તેણે ફરીથી તેના પિતાની સફેદ કારને ટક્કર મારી.

error: