Satya Tv News

ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ તરફ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો ભરૂચના શક્તિનાથ લિંક રોડ,કલેકટર કચેરી શ્રવણ ચોકડી અને કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ભરૂચમાં ભારે ઉકાળા અને બફારા બાદ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ નવ તાલુકા કોરાકટ રહયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

error: