
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગનાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.9 ઈંચ, નાંદોદ, ગારીયાધાર, છોટાઉદેપુરમાં 2.8 ઈંચ, ભરૂચ, ડોલવણ, ગળતેશ્વર, સાગરબારા, ગણદેવીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેમગામ, કઠલાલ, લીલીયા, ઝઘડીયામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં 1 મીમીથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.