Skip to main content

Satya Tv News

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યુ.બ્રાન્ડેડ કંપનીના સાબુ, હારપીક સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો. જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યો હતું.નકલી વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું. સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા. પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી. હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે.

error: