Satya Tv News

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે. શહેરના ધરણીધર વિસ્તાર પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું.કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.વૃક્ષ પડતાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો. મળતી માહિતી અનુસાર, શહેરમાં વરસાદમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે તંત્ર દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વૃક્ષો પડતાં લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર આવે છે પણ પાણી ભરાઈ જતાં લોકો હેરાન થાય છે. વૃક્ષ પડ્યું ત્યારે કોઈ વ્યક્તિ નહોતું એટલે જાનહાનિ નથી થઈ.

અમદાવાદના મણિનગરમાં પાણીમાં કાર ફસાઈ જતા કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કારમાં ફસાયેલા 5 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદ થતા પાણીમાં કાર ફસાઈ હતી.ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે તંત્ર પણ સલામતીના પગલાં ભરી રહ્યું છે. AMC દ્વારા સલામતીના બોર્ડ લગાવ્યા છે, તો પાણી ભરેલા રોડ પર પસાર નહીં થવાની સૂચના અપાઈ રહી છે.

error: