રાજ્યમા ભારે વરસાદની સ્થિતિને જોતા ચાર ઝોન આર્મીની ટીમો મોકલાશે. પ્રભારી સચિવો તેમના જીલ્લામા પહોંચવાની સુચના આપવામા આવી. રાજ્ય સરકાર ભારે વરસાદને પગલે એકશન મોડમાં આવી ગઈ છે. આર્મીની અન્ય ટીમો સ્ટેન્ડ બાય રાખવમા પણ આવી છે. સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળશે. Seoc ખાતે મળનારી બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. જેમાં એન ડી આર એફ, amry, નેવી એરફોર્સ ના અધિકારીઓ પણ હાજર રહેશે.
રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે.