સોના-ચાંદીના વિદેશી બજારો બાદ હવે સ્થાનિક બજારોમાં પણ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી રહી છે. જોકે, તેની કિંમત હજુ પણ 72 હજાર રૂપિયાથી ઉપર છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીમાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનાની કિંમત સવારે 9.30 વાગ્યે લગભગ 83 રૂપિયા ઘટીને 72,039 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું પણ દિવસના નીચા સ્તરે રૂપિયા 71,980 પર પહોંચી ગયું હતું. એક દિવસ સોનાની કિંમત 72,122 રૂપિયા જોવા મળી હતી. ફેડની બેઠક બાદ સોનાના ભાવમાં વધારો થઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના જણાવ્યાનુસાર, સવારે 9.30 વાગ્યે ચાંદીની કિંમત 309 રૂપિયાના ઘટાડા સાથે 85,349 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીની કિંમત પણ 85,301 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. જોકે, એમસીએક્સ પર ચાંદી સવારે 9 વાગ્યે 85,373 રૂપિયા પર ખુલી હતી. એક દિવસ પહેલા બજાર બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 85,658 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો.