Satya Tv News

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, કેટલાક શહેરોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે બીજી તરફ કરોડોના ખર્ચે બનાવેલું રાજકોટનું હિરાસર એરપોર્ટ ફરીથી ચર્ચામાં આવ્યું છે.

રાજકોટના હિરાસર ઇન્ટરનેશલ એરપોર્ટની દીવાલ તૂટી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કરોડોના ખર્ચે બનેલ એરપોર્ટ પર જ્યા ફ્લાઇટ ઉડાન ભરે છે તે રન વે પાસેની દિવાલ ધરાશાય થઈ હતી.ઉલ્લેખનીય છે કે એરપોર્ટ બન્યાને હજી એક જ વર્ષ થયું છે. દીવાલ ધરાશાયી થઈ જવાને કારણે સવાલો ઉભા થઈ રહ્યા છે.

error: