Satya Tv News

વડોદરા શહેરના વિમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યાં પહોંચ્યું ન હતું. આજે સવારે મેનેજર મયુર પટેલ રહેવાસી વેમાલી ગામ તથા સિક્યુરિટી જવાન સુરેશ પઢિયા રહેવાસી કારેલી ગામ તાલુકો જંબુસર જીલ્લો ભરૂચના મૃતદેહ બેઝમેન્ટમાંથી મળી આવી હતી.

બનાવના પગલે લોકોના ટોળેટોળા જામ થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા અને તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે. જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Created with Snap
error: