શનિવાર 31 ઓગસ્ટ 2024ના રોજ દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 72,200 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 67,100 રૂપિયા અને 18 કેરેટ ગોલ્ડનો ભાવ 54800 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે. જો તમે પણ ઘરમાં લગ્ન માટે સોનાના દાગીના કે પછી રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું પ્લાન કરતા હોવ તો સોનાની ખરીદી માટે આ સમય સારો રહી શકે છે. તહેવારો પહેલા સોનાના ભાવમાં કરેક્શન આવ્યું છે. આવામાં તહેવારો પહેલા સોનું ખરીદવા માટે આ પ્રાઈસ અને ટાઈમ સારો રહી શકે છે.
અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યી છે.