Satya Tv News

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહી. એજ રીતે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવવામાં આવ્યા છે.

વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક બાળુ શુકલ, મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, તથા કેટલાક કોર્પોરેટર વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા, પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઈ છે. સમગ્ર રાજ્ય ત્રીસ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે, તેનું મુખ્ય કારણ મધ્યમવર્ગ શિક્ષિત અને ધનિક વર્ગ પણ છે.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં 1976 પછી સૌ પ્રથમવાર સૌથી વધુ પૂરના પાણી નીચાણવાળામાં જ નહીં પરંતુ વિશ્વામિત્રીથી એક કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારે પણ પાણી ભરાતા ન હતા, તેવા વિસ્તારોની સોસાયટીઓમાં એક માળ સુધી પાણી પહોંચી ગયા હતા.

error: