Satya Tv News

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 521 રૂપિયા તૂટીને 71,437 રૂપિયા પર પહોંચી ગયું છે. જે શુક્રવારે સાંજે 71,958 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 478 રૂપિયા ગગડીને 65,436 રૂપિયા પર પહોંચ્યું છે. જે શુક્રવારે 65,914 પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જબરદસ્ત હાહાકાર મચ્યો છે. ચાંદી આજે 2,643 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 82,376 રૂપિયા પર પહોંચ્યો છે. ચાંદી શુક્રવારે 85,019 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

આજે ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળ્યું. સવારે બજાર ખુલ્યા બાદ સોનું કઈક સવા સો રૂપિયા જેટલું સસ્તું જોવા મળ્યું. સવારે 10 વાગ્યાની આસપાસ તેમાં 65 રૂપિયાની આજુબાજુ કડાકો જોવા મળ્યો હતો અને તે 71,546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. શુક્રવારે સોનું 71,611 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 966 રૂપિયાના મોટા કડાકા સાથે 82,319 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી. જ્યારે ગત ટ્રેડિંગ સેશનમાં તે 83,285 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: