Satya Tv News

51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો  ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો. વાસ્તવમાં, બનાસકાંઠા કલેક્ટર-સરકારે ચૂકવવાનો હતો. આ મામલે કોંગ્રેસે નક્કી નક્કી કર્યુ છે કે, 200 દીવસ પછી ય સરકારે રૂ 11.33 લાખ અંબાજી ટ્રસ્ટને ચૂકવ્યાં નથી, પરિણામે ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં નાગરિકો પાસેથી કોંગ્રેસી કાર્યકરો દાન પેટે ઉઘરાવશે અને ટ્રસ્ટમાં જમા કરાવશે. 

જમણવાર કરી સરભરા પાછળ રૂ. 11,33,924 ચૂકવાયા છે, જે મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ, ભાજપના સત્તાધીશો મંદિરના પૈસે જયાફત કરે છે, લાખો રૂપિયા સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજી ને રાજભોગ પણ ધરાવવામાં આવતો નથી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી દાન આપી રહ્યા છે, પરંતુ દાનનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. 

16 માર્ચ 2024ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ અગાઉ આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં નાયબ ચૂંટણી અધિકારીએે કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ પર જમણવારનો ઓર્ડર આપી દીધો હતો જે તપાસનો વિષય છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના પ્રતિનિધીમંડળે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

મહત્વની વાત એ છે કે, ચૂંટણી પંચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને કેવી રીતે બિલ મોકલી શકે. જો મોકલ્યુ હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ કેવી રીતે મંજૂર કરી શકે? શક્તિપીઠ અંબાજી ખાતે   મુખ્યમંદિર સિવાય અન્ય 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. કોરોના અગાઉ આ શક્તિ મંદિરોમાં માતાજીને ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ મહામારીના બહાને રાજભોગ થાળ બંધ કરી દેવાયો હતો જે હજુ સુધી શરૂ કરાયો નથી.

error: