નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી કાટ લાગી જાય છે. માટે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો અને કઈ વસ્તુ લાગુ કરવી. મને લાગે છે કે જ્યાં સખત ખડકો છે, ત્યાં ડ્રિલિંગ માટે ઓછા શક્તિશાળી મશીનની જરૂર પડશે. અને જ્યાં માટી છે ત્યાં ભારે મશીનોની જરૂર નથી. શું આવા મશીનો બે પ્રકારના હોય છે.? ગયા મહિનાના અંતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. શિવાજી મહારાજની આ પ્રતિમાનું ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.
PM મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી હતી. આ ઘટના પર PM મોદીએ કહ્યું હતુ કે, છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તે અમારા આરાધ્ય છે. PM મોદીએ કહ્યું, હું માથું નમાવીને મારા પ્રિય ભગવાન શિવાજીની માફી માંગું છું. હું તેમના ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું. અમારા મૂલ્યો અલગ છે. PM મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભાજપે મને 2013માં પીએમ પદનો ઉમેદવાર બનાવ્યો ત્યારે હું રાયગઢ કિલ્લામાં ગયો હતો. છત્રપતિ શિવાજીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. મારી એ પ્રાર્થના એવી જ ભક્તિ સાથે હતી જેવી ભક્ત ભગવાન સમક્ષ કરે છે.