Satya Tv News

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિદાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો. ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો છે. જર્નાલિઝમ વિભાગના બે વિદ્યાર્થીઓને સ્થાપનાના વિવાદમાં 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવાયા છે. આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર આર.સી. ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ અરજીઓ કરાય છે. તેમાં પ્રથમ અરજીમાં હાલમાં જે સ્થાપનાને લઇને એવી વાત થયો હતો તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી. આથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવા પણ જાણ કરાય છે.

આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિને સ્થાપનાના ચાલેલી રકજકમાં કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા. ત્યાંથી દેખાતું બંધ થયું હતું. તેના કારણે કેમેરાને નુકસાન થતા કાર્યવાહી કરવાની માગ કરાય છે.

error: