Satya Tv News

આજે સવાર પડતાંની સાથે સરકારની બિલકુલ આંખોની સામે જ વિદ્યાર્થીઓ ભરેલી આખી બસ રોડમાં ખૂપી ગઈ. વિકાસ ખાડે ગયો.ગાંધીનગરના સેક્ટર 29 માં રીંગ રોડ પર સ્કૂલ બસ ચાલતા ચાલતા અચાનક રસ્તામાં ખુપી ગઈ. બસનું વજન ભ્રષ્ટાચારનો રસ્તો ના ખમી શક્યો અને ચાલતી સ્કૂલ બસનું આગળનું ટાયર ડામરને ફાડીને રસ્તામાં ખૂપી ગયું. ભ્રષ્ટાચારથી ખદબદતો ડામરનો રોડ બેસી જતા સ્કૂલ બસનું આગળનું ટાયર રસ્તાની અંદર સમાઈ ગયું. જોકે, આજ રીતે કોઈ મંત્રી, સંત્રી કે નેતાઓની ગાડી ભ્રષ્ટાચારના ખાડામાં કે ભૂવામાં ગરકાવ થઈ જાય તો એમને ખબર પડે. નાના ભુલકાંઓને લઈને પસાર થતી બસ સાથે આ દુર્ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો છે. હંમેશા મોટી દર્ઘુટના કે જાનહાનિ બાદ જ સરકાર અને તંત્ર જાગે છે. આ ઘટના પરથી હજુ પણ જાગી જાવ તો સારું…આ બસમાં 30થી વધારે બાળકો સવાર હતાં. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી અને બાળકોનો આબાદ બચાવ થયો છે. કેન્દ્રિય વિદ્યાલય શાળાના બાળકોને ઘરે ઉતારવા જતા સમયે ભ્રષ્ટાચારનો ડામર રસ્તા પરથી સરકી ગયો અને બસનું આગળનું ટાયર રસ્તાની અંદર ગરકાવ થઈ ગયું.

error: