વાગરા ની સાયખાં GIDC માં આવેલ એક કંપનીમાં કામદાર નું શંકાસ્પદ મોત થવા પામ્યુ હતુ.યુવાનના મોત ને પગલે તેના પરિવારજનોએ પેનલ પી.એમ. ની માંગ કરી હતી.વાગરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી
વાગરા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર વાગરા ના સાયખાં ગામે રહેતો ૨૨ વર્ષીય કરણ રણજિત રાઠોડ GIDC માં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો.નિત્યક્રમ મુજબ તે ગતરોજ કંપનીમાં નોકરી પર ગયો હતો.રણજીત ચાર વાગ્યાના અરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાંજ બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો.ઘટનાની જાણ થતાજ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી ગયા હતા.તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.યુવક ના મોતને પગલે તેના પરિવાર જાણે આભ ફાટી પડયુ હતુ.યુવકના પરિવારની માંગ ના લઈ પેનલ પી.એમ કરવામાં આવ્યુ હતુ.આ લખાઈ રહ્યુ છે ત્યારે કંપની સત્તાધીશો પાસે ન્યાય ની માંગણી ,તેમજ મૃતક ના પિતા ને નોકરી પર લેવા અને વળતર મામલે સ્પષ્ટતા નહિ થતા મૃતક ની બોડી ને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા ની પેરવી તેના પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની સૂત્રો થી માહિતી પ્રાપ્ત થવા પામી છે.આરતી ડ્રગ્સ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈ તરહ તરહની ચર્ચાઓ વહેતી થઈ છે.જોકે યુવકનું કયા કારણોસર મોત નિપજ્યુ છે,એ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદજ ખબર પડશે.જોકે હાલતો પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જર્નલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા