Satya Tv News

એપ્પલે Apple Intelligence પર બેસ્ટ iOS 18ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે 16 સપ્ટેમ્બરથી દુનિયાભરના 27 iPhone મોડલમાં iOS 18 મળવા લાગશે. નવા iOS 18માં AI ફિચર સહિત ઘણા નવા ફિચર મળશે. જે આઈફોન યુઝર્સનો એક્સપીરિયંસ વધારે સારો બનાવશે.16 સપ્ટેમ્બરથી 2017 અને તેના બાદ લોન્ચ થયેલા બધા iPhoneમાં iOS 18 ફ્રી સોફ્ટવેર અપડેટની સાથે મળી જશે. જોકે યુઝર્સને Apple Intelligence યુઝ કરવા માટે થોડી રાહ જોવી પડશે. કંપની આ AI ફિચરને iOS 18.1ની સાથે રોલ આઉટ કરશે. iOS 18 બીટા વર્ઝન હાલ ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સ કંપનીની અપકમિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં મળતા ફિચર્સને એક્સપીરિયન્સ કરી શકે છે. 16 સપ્ટેમ્બરે તેનું સ્ટેબલ વર્ઝન જાહેર કરવામાં આવશે.

યુઝર્સને Apple Intelligence પણ ફ્રી સોફ્ટવેયર અપડેટ દ્વારા મળવા લાગશે. તેનો મતલબ છે કે એપ્પલ ઈન્ટેલિજન્સ યુઝ કરવા માટે યુઝર્સને અલગથી ખર્ચ નહીં કરવો પડે. iPhone ઉપરાંત iPad અને Mac યુઝર્સને પણ બીજી અપડેટની સાથે Apple Intelligence મળશે. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં આ AI ફિચર કામ કરશે. તેના ઉપરાંત M1 ચિપ કે તેના બાદની ચિપ વાળા iPad અને Macમાં જ એપ્પલ ઈન્ટેલિજન્સ સપોર્ટ કરશે.

error: