Satya Tv News

ઉત્તર પ્રદેશની વારાણસી કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે મુસ્લિમોને વ્યાસજીના ભોંયરાની છત પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. વ્યાસજીના ભોંયરાના મકાનની છત નબળી હોવાથી કોઈપણ સમયે નુકસાન થવાની દલીલ કરી હતી. વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓ પૂજા અર્ચના કરે છે જ્યારે મુસ્લિમ સમુદાય છત પર નમાઝ અદા કરે છે. આવી સ્થિતિમાં આ જગ્યા બંને સમુદાયો માટે આસ્થાની સાથે સાથે કાયદાકીય લડાઈનો અખાડો બની ગયો છે.જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમોને વ્યાસજીના ભોંયરાની છત પર એકઠા થવાથી રોકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સિવિલ જજ હિતેશ અગ્રવાલે આ કેસમાં દલીલો સાંભળ્યા બાદ ફાઇલ અનામત રાખી હતી. હિન્દુ પક્ષે કહ્યું કે, અરજી તો ફગાવી દીધી પરંતુ જો ક્યારેય પણ છતને નુકસાન થયું અને જીવલેણ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ હશે?

આ કેસમાં વાદીઓએ વ્યાસજીના ભોંયરાની જર્જરિત છતની મરામત કરવા અને ભોંયરાની છત પર મુસ્લિમોને એકઠા થતા રોકવા માટે અરજી આપી હતી. તેના પર અંજુમન ઈન્તેજામિયા મસ્જિદે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અને ફાઈલોનો અભ્યાસ કર્યા બાદ કોર્ટે વાદીની અરજી ફગાવી દીધી હતી.

error: