દેશમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પ્રમુખ શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 74000 થી 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો બાવ વધીને 74610 રૂપિયા થઈ ગયો છે. બીજી કિમતી ધાતુ ચાંદીની કિંમત પણ વધી છે અને 89600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે. દેશના કેટલાક મોટા શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ શું છે તે ખાસ જાણો.
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 68410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 74610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. હાલ મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 68260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 74460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 74610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 68410 રૂપિયા આજુબાજુ છે. પટણામાં 24 કેરેટ સોનું 74510 રૂપિયા અને 22 કેરેટ સોનું 68310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.કોલકાતામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 74460 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 68260 રૂપિયા છે. આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો રેટ 74460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68260 રૂપિયાના સ્તરે છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની રીટેલ કિંમત 68310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર છે. લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 74610 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 68410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ બંને શહેરોમાં 24 કેરેટવાળું 10 ગ્રામ સોનું 74460 રૂપિયા અને 22 કેરેટ સોનું 68260 રૂપિયાના ભાવે જોવા મળ્યું છે.