Satya Tv News

સુરતનાં ડિંડોલી પોલીસ મથકનાં પીઆઈ એચ.જે.સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કારમાં બેસેલા યુવકને લાત મારી ભગાડ્યા હતા. સુરતનાં ડિંડોલી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.જે.સોલંકીનો વકીલ સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. પીઆઈ દ્વારા રોડની બાજુમાં કાર પાર્ક કરીને બેઠેલા યુવકને લાત મારી હતી. પીઆઈની દાદાગીરીની સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ હતી. વર્દીનાં નશામાં કાયદાને હાથમાં લેતા પોલીસકર્મીની કરતૂત સામે આવી હતી.

એક પીઆઈએ વકીલને લાત મારતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. કોર્ટે પીઆઈને 3 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ફરી આવી બીજી ઘટના ન બને તે માટે કોર્ટે ઉદાહરણ બેસાડ્યું છે.

error: