Satya Tv News

Bigg boss 18 ની શરૂઆતને લઈને ચાહકોની આતુરતા વધી ચૂકી છે. કારણ કે મેકર્સ તરફથી બિગ બોસના ચાહકોને સરપ્રાઈઝ આપવામાં આવી છે. Bigg boss 18 નો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોમોથી એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ છે કે આ વખતના શોને સલમાન ખાન જ હોસ્ટ કરશે. Bigg boss 18 નો જે પ્રોમો શેર કરવામાં આવ્યો છે, તેમાં બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનનો અવાજ સંભળાય છે. બિગ બોસના આ પ્રોમોમાં શોની થીમ વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ વખતની સીઝન ખૂબ જ ખાસ અને અલગ હશે. Bigg boss 18 માં આ વખત ટાઈમ અને ફ્યુચર સંબંધિત થીમ રાખવામાં આવી છે. પ્રોમોના કેપ્શનમાં પણ ‘ટાઈમ કા તાંડવ’ એવું લખવામાં આવ્યું છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ઘરના લોકોનું ફ્યુચર bigg boss જોશે…

પ્રોમો ખૂબ જ રસપ્રદ લાગે છે જેના કારણે આ વખતની સીઝન ખૂબ જ ખાસ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચર્ચાઓ છે કે bigg boss 18 ની આ સિઝનમાં સ્પર્ધકોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને લઈને ખાસ ટ્વિસ્ટ લાવવામાં આવશે. હવે ચાહકો એ વાત જાણવા આતુર છે કે બીગ બોસ 18 માં સ્પર્ધક તરીકે કોણ કોણ જોવા મળશે. જોકે હાલ બિગ બોસની પહેલી સ્પર્ધક તરીકે નિયા શર્માનું નામ કન્ફર્મ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે જ શોહેબ ઈબ્રાહીમ નું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

error: