Satya Tv News

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોઇ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવતી હોવાનો આરોપ વિદ્યાર્થિનીઓએ લગાવ્યો છે. પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતી એક મહિલા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “અહીં કોઇ પણ જાતની સેફ્ટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી. અસામાજિક તત્ત્વો દ્વારા હોસ્ટેલની આસપાસ વિદ્યાર્થિનીઓને હેરાન કરવામાં આવે છે અને કેમ્પસની ફરતે કેમેરા છે પણ તે ચાલું જ નથી. કપડા કાઢીને છોકરાઓ પાછળ દોડે છે.”

આ સાથે જ વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો કે, “જ્યારે વિદ્યાર્થિનીઓને હેરાન કરતા અસામાજિક તત્ત્વોને પકડીને જ્યારે રેક્ટર સામે હાજર કરવામાં આવે છે તો મહિલા રેક્ટર તેમને જવા દે છે.અમે પુરાવા તરીકે અસામાજિક તત્ત્વોના વીડિયો ઉતારીને રજૂ કરીએ છીએ તો તેને પણ મહિલા રેક્ટર ડિલેટ કરાવી નાખે છે. આ સાથે જ ધમકી આપવામાં આવે છે કે જો તમે લોકોએ સ્ટ્રાઇક કરી અથવા કોઇ પણ વસ્તુ કરી તો તમારા પેરેન્ટ્સને બોલાવીને એડમિશન રદ કરવામાં આવશે.હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ સરકારને અપીલ કરતા કહ્યું કે, અમે અહીં ભણવા આવ્યા છીએ આ લોકોની દાદાગીરી સહન કરવા આવતા નથી. તમે કેમ્પસના કેમેરા ચાલુ કરાવો અને અમારી સેફ્ટીનું ધ્યાન રાખો. કોઇ મોટી ઘટના બની તો પછી જવાબદાર કોણ?

error: