Satya Tv News

સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં હવે અશ્લીલ ફોટા-વીડિયો મુકવાની જાણે હોરમાળા સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાવ્હોટસએપ ગ્રુપમાં નેતાઓ અને હોદ્દેદારો અશ્લીલ ફોટા-વીડિયો મુકતા મહિલાઓ શરમમાં મુકાઈ જાય છે. કોંગ્રેસ પક્ષના ચાંદખેડા વોર્ડના એક વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી. અશ્લીલ વીડિયો પોસ્ટના કારણે ગ્રુપમાં ભારે હોબાળો મચ્યો હતો. પોસ્ટ મોકલનાર પર એક્શન લેવાના સતત મેસેજ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શહેર પ્રમુખથી લઈને વિવિધ હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓ હતી. વીડિયો પોસ્ટ કરવામાં આવતા મહિલા કાર્યકર્તાઓ પણ શરમમાં મુકાઇ હતી. જોકે, તાત્કાલિક ધોરણે ગ્રુપ એડમિન દ્વારા તે મેસેજ ડિલિટ કરવામાં આવ્યા હતા.

error: