બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો હતો. શિક્ષિકા સંગીતા પઢીયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં વિદ્યાર્થિનીના પરિવારે ફરિયાદ દાખલ કરી હતી.વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને આણંદની બોરસદ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. બોરસદ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. શિક્ષિકાને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રે સજા સંભળાવી છે. કોર્ટે શિક્ષિકાને એક લાખનો દંડ પણ ફટકાર્યો છે.