વિરાટ કોહલી પોતાના ફિટનેસ તેમજ તેની લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે,પરંતુ તેની ફિટનેસના કારણે તેને વર્કઆઉટની સાથે તેને હેલ્ધી ડાયટ પણ છે.હાલમાં એક ઈન્ટરવ્યું દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ફિટનેસ સાથે જોડાયેલા કેટલાક રાઝ ખોલ્યા છે. જેમાં તે નોનવેજ છોડી કઈ રીતે વેજીટેરિયન બન્યો તેનું કારણ પણ જણાવ્યું છે.વિરાટ કોહલી વેજિટેરિયન બનવા પાછળ પણ એક કારણ છે. એક ઈન્ટર્વ્યુમાં કહ્યું વર્ષ 2018 દરમિયાન તેના શરીરમાં ખુબ દુખાવો થતો હતો અને તેમણે ટેસ્ટ કરાવ્યો તો તેમાં જાણ થઈ કે, તેના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ છે. જેના કારણે તેને સ્વાસ્થ સમસ્યા થઈ રહી છે.જેને ઓછું કરવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેમણે પોતાની ડાયટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો અને નોનવેજમાંથી વેજીટેરિયન બની ગયો હતો. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીને યુરિક એસિડની સમસ્યા હતી.