Satya Tv News

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલા કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

મંદિરની સામે આવેલા શક્તિ દ્વારની સામેના પાર્કિંગમાં ફાસ્ટ ટ્રેક પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુ જ્યારે પોતાનું વાહન આ પાર્કિંગમાં પાર્ક કરવા ગયા હતા.આ દરમિયાન ત્યા હાજર લોકોએ કહ્યું કે, ‘પાર્કિંગમાં કામ ચાલે છે તમારૂ વાહન બહાર પાર્ક કરો.’ જેથી પાર્કિંગની બહાર ગાડી ઊભી રખાવીને આ  શ્રદ્ધાળુને દર્શન કરવા ગયા હતી. જ્યારે પાછા આવ્યા ત્યારે તેઓની પાસેથી 50 રૂપિયા માથાકૂટ કરીને લેવામાં આવ્યા હતા. યાત્રીકે પાવતી માગી ત્યારે આ કર્મચારીઓ પાવતી આપવાની ધરાર ના પાડી હતીઅને પાવતી આપ્યા વગર 50 રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ આ યાત્રિકે મંદીરના સત્તાવાળાઓને તેની જાણકારી આપી હતી. પરંતુ તેની સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહતી. મોડાસાના આગેવાનને થયેલો કડવો અનુભવ છતાં પણ મંદિર સત્તાવાળાઓએ સૂચક મૌન સેવ્યું હતું.

error: