ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ કિશિદા અને તેમની કેબિનેટના રાજીનામાની પુષ્ટિ કરી છે. કિશિદાનો કાર્યકાળ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા તેમને પદ છોડવું પડ્યું હતું.ભ્રષ્ટાચારના અનેક ગંભીર આરોપોને કારણે કિશિદા અને તેમના કેબિનેટ મંત્રીઓને રાજીનામું આપવાની ફરજ પડી છે. હવે જાપાનમાં નવા વડાપ્રધાનની નિમણૂક અને પછી નવી સરકારની રચનાથી ભારત સહિત સમગ્ર એશિયા પર નવી અસર પડશે. તેથી, શિગેરુ ઇશીબા કોણ છે તે વિશે જાણવું મહત્વપૂર્ણ છે.
જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ આજે આ જાહેરાત કરી અને કહ્યું કે કિશિદા અને તેમના મંત્રીઓએ મંગળવારે કેબિનેટની બેઠકમાં તેમના રાજીનામા સુપરત કર્યા. આ પછી શિગેરુ કિશિદા માટે વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિગેરુ કિશિદા શુક્રવારે સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. જેથી તે કિશિદાનું સ્થાન લઈ શકે. કિશિદાએ તેમના ત્રણ વર્ષના કાર્યકાળના અંતે ઓગસ્ટમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સંસદમાં આજે મતદાન થયા પછી, ઇશિબાનું વડા પ્રધાન બનવું નિશ્ચિત છે, કારણ કે તેમની પાર્ટીના શાસક ગઠબંધન પાસે સંસદમાં બહુમતી છે.