![](https://satyatvnews.com/storage/2024/10/image-24.png)
અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ ગાઈડ લાઈન પ્રમાણે તમામ તૈયારીઓ કરી છે. તેમજ ફાયર એનઓસી અને લોકલ મંજૂરી મળી ગઈ છે. પરંતું પોલીસ કમિશ્નર ઓફીસથી મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
વડોદરામાં પણ 29 ગરબા આયોજકોએ ફાયર બ્રિગેડ પાસે મંજૂરી માંગી છે. 29 માંથી 9 ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ છે. જ્યારે 20 આયોજકોને બપોરે 12 વાગ્યા સુધી જરૂરી દસ્તાવેજ જમા કરાવવા અલ્ટીમેટમ અપાયું છે. તેમજ વડોદરામાં કુલ 60 મોટા ગરબાનું આયોજન થયું છે. હજુ શહેર પોલીસની પરવાનગી મળી છે કે કેમ તેને લઈ અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. 26 જેટલા કોમર્શિયલ ગરબા જ્યારે 44 જેટલા મોટા ગરબાનું આયોજન થયું છે.
રાજકોટમાં શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. 30 જેટલા અર્વાચીન રાસોત્સવનાં આયોજકોને હજુ મંજૂરી મળી નથી. એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ગઈકાલે મોટાભાગનાં આયોજકો દ્વારા લાઈસન્સ વિભાગમાં અરજી કરવામાં આવી છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોવાનાં કારણે ઉચ્ચ અધિકારીઓ રજા ઉપર હતા. આજે બપોર સુધીમાં તેમજ સાંજ સુધીમાં મોટો ભાગનાં આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા છે. અગ્રિકાંડ બાદ ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા છે.