Skip to main content

Satya Tv News

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે દર્શાવે છે કે પ્રવાસીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં એક મકાન માલિક એક ભારતીય વ્યક્તિના ઘરનો સામાન બહાર કાઢી રહ્યો છે કારણ કે તે ઘર ખાલી કરતો નહતો. વીડિયોમાં ભારતીય મૂળના વ્યક્તિની સામે એક કેનેડિયન નાગરિક અને એક અન્ય વ્યક્તિ બિસ્તર અને ઘરનો સામાન બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દરવાજા પર એક કેનેડિયન મૂળની મહિલા પણ જોવા મળે છે. વીડિયોમાં ભારતીય મૂળની વ્યક્તિને મકાન માલિક ગાળ બોલતો અને ખોટું બોલવાનો આરોપ લગાવીને સંભળાવતો જોવા મળે છે. એક્સ હેન્ડલ ઘર કે કલેશે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે “એક દેશી છોકરા અને તેના મકાન માલિક વચ્ચે લડાઈ. તે ઘર ખાલી કરી રહ્યો નહતો એટલે મકાન માલિક આવ્યો અને તેનો સામાન બહાર ફેંકવાનો શરૂ કરી દીધો. બ્રેમ્પટન કેનેડા.”

error: