
વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત વડોદરા શહેરની પોલીસ તેમજ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જોડાઈ હતી. વડોદરા ગેંગરેપના આરોપી 48 કલાક બાદ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર પાંચ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઇ હતી. પોલીસની ટીમો દ્વારા 1000થી વધુ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે પીડિતાને 100થી વધુ હિસ્ટ્રીશિટરોના ફોટા પણ બતાવ્યા હતા.