વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર વિષ્ણુ અને મારા ગામના લોકો ત્યાં રમાતા ગરબા જોઈ રહ્યા હતા. તે દરમિયાન સહજાનંદ ફ્લેટમાં રહેતો વિષ્ણુ અને તેનો જમાઈ ગરબા રમતા લોકોનો વિડીયો ઉતારતો હતો. જેથી મારા મિત્ર વિષ્ણુભાઈ ઉતારવાની ના પાડી હતી, જેથી વિડીયો ઉતારતો વિષ્ણુ તથા તેના જમાઈ સાથે બોલાચાલી થઈ હતી.
મોડી રાતે 2:00 વાગે હું તથા મારો મિત્ર દીપ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગરબા જોઈને આટલાદરા તળાવ પાસે પાણીની ટાંકી પાસેથી બાઈક લઈને જતા હતા. તે દરમિયાન સહજાનંદ ફ્લેટમાં રહેતો વિષ્ણુ તેનો ભાઈ પીન્ટુ અને કિરણ તથા જમાઈ અને અન્ય લોકો ત્યાં ઉભા હતા અમને રોકી તેઓએ ફરીથી ઝઘડો કરી માર માર્યો હતો.