Satya Tv News

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. તેમના જણાવ્યાનુસાર ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગર સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેશે.

error: