Satya Tv News

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન મળી. ત્યારબાદ ગત રાત્રે 10:00 વાગ્યે તેનો મૃતદેહ ખંડર મકાનમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પીડિત પરિવારે સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

બલિયા જિલ્લામાં પાંચ વર્ષની બાળકી સાથે ત્રણ સગીર છોકરાઓએ દુષ્કર્મ આચર્યું છે. પીડિત બાળકીની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારી બાળકી છત પર અમારા બે ભાડુઆતના સગીર છોકરાઓ સાથે 16 ઓક્ટોબરના રોજ રમી રહી હતી. આ ભાડુઆત મૂળ બલિયાના હલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. બંને ભાડુઆતના 3 દીકરાઓ એક 6 વર્ષ, 13 વર્ષ અને 16 વર્ષના છે. તેઓએ મારી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે. બલિયાના પોલીસ અધિક્ષક વિક્રાંત વીરે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્રણેય સગીરોની ઓળખ થઈ ગઈ છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે.

error: