સુરતમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. રાજ્ય ગૃહમંત્રીએ શહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના પરિવારજનો માટે ભગવાનને પ્રાથના કરું છું કે તેમને આ તકલીફમાં શક્તિ આપે.
ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, દેશના વિવિધ રાજ્યો અને અનેક ફોર્સમાં દેશના નાગરિકોની સુરક્ષા કરનાર શહાદત પામનાર સૌ જવાનોને સલામી આપુ છું. આજે તેમના કારણે દેશના દરેક નાગરિક સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. આજે ગુજરાત પોલીસ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત રોજ 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જે બાદ ભરૂચ જિલ્લા સુધી પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું છે.