Satya Tv News

દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે દારૂ લઇને આવી રહ્યો હતો. મહત્વની વાત એ છે કે આ બુટલેગરે દારૂની હેરાફેરી કરવા માટે અલગ કીમિયો અપનાવ્યો હતો. જેમાં તેણે બાઇકના પેટ્રોલની ટાંકીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલો મુકી હતી.ઝડપાયેલા બુટલેગરે દીવથી 66 નંગ વિદેશી દારૂ બાઇકમાં ભરી હતી. ત્યારે સમગ્ર ઘટના જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે આ કિસ્સામાં પોલીસે 66 નંગ વિદેશ દારૂ અને બાઇક કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: