અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને જીપીસીબીએ કેમિકલયુક્ત દૂષિત પાણીના બારોબાર નિકાલ મુદ્દે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. કંપનીને ક્લોઝર ફટકારવામાં આવતા કંપની સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ વધી ગઈ છે.
જીપીસીબીની પ્રદુષણ મુદ્દે ક્લોઝર નોટિસ બાદ વીજ કંપની અને નોટિફાઇડ એરિયા પણ કંપ્નીના વીજ તેમજ પાણી જોડાણ કાપે તેવી હિલચાલ શરું થઈ છે.જીઆઇડીસીની જ હાલમાં એમ.ડી. ડ્રગ્સ બનાવતી અવસર એન્ટરપ્રાઈઝ કંપનીને જીપીસીબી દ્વારા ક્લોઝર અપાયું હતું. કંપની મંજુર કન્સર્ટ કરતા અન્ય પ્રોડક્ટ બનાવતા ઝડપાઇ હતી. ક્લોઝર વચ્ચે પણ વડોદરાના વિશાલ પટેલ કંપનીમાં એમ.ડી. ડ્રગ્સ બનાવતો હતો.
સુરત અને ભરૂચ પોલીસે એમ.ડી. ડ્રગ્સ બનાવતી કંપનીનો પર્દાફાશ કરી 4 લોકોની ધરપકડ બાદ વડોદરા સંસ્કાર વાટિકામાં રહેતું વિશાલનું પરિવાર ઘર બંધ કરી જતું રહ્યું હોવાની વિગતો સામે આવી છે.