દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર 71 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. તેની અસર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર પણ જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લોકોને ભેટ આપી છે. જોકે દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરોમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 15 પૈસા સસ્તું 94.66 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 18 પૈસા ઘટીને 87.76 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ 12 પૈસા ઘટીને 94.53 રૂપિયા અને ડીઝલ 14 પૈસા ઘટીને 87.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. હરિયાણાની રાજધાની ગુરુગ્રામમાં પેટ્રોલ 14 પૈસા ઘટીને 94.97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 14 પૈસા સસ્તું થયું અને તે 87.83 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. આ તરફ આપણે કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતો પણ ઘટી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 71.25 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTIનો દર પણ ઘટીને $67.37 પ્રતિ બેરલ થઈ ગયો છે.
ગાઝિયાબાદમાં પેટ્રોલ 94.53 રૂપિયા અને ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
નોઈડામાં પેટ્રોલ 94.66 રૂપિયા અને ડીઝલ 87.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
ગુરુગ્રામમાં પેટ્રોલ 94.97 રૂપિયા અને ડીઝલ 87.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.