Satya Tv News

ચોરની ટોળકીએ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરને નિશાન બનાવ્યું હતુ. તેનો પરિવાર ઘરમાં જ હતો. જ્યારે ક્રિકેટર પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, તેના પરિવારને શારીરિક રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.બેન સ્ટોક્સે ચોરી થયેલી કેટલીક વસ્તુઓના ફોટો પણ શેર કર્યા છે. જેમાં 2020નો ઓબીઈ મેડલ, ચેન, વીંટી એક ડિઝાઈનર બેગ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે, 17 ઓક્ટોબરના સાંજે તેના ઘરમાં ચોરીની ઘટના બની હતી.બેન સ્ટોક્સે કહ્યું, ‘જેઓએ આ કૃત્ય કર્યું છે તેમને શોધવામાં મદદ માટે આ અપીલ છે. ટીમના કેપ્ટને કહ્યું કે, મારા પરિવારને કોઈ શારીરિક નુકસાન થયું નથી. પરંતુ તેને ભાવનાત્મક અને માનસિક સ્થિતિને પ્રભાવિત કર્યા છે.

2019માં બેસ્ટ પ્રદર્શન માટે જે ઈનામ મળ્યું તેની પણ ચોરી થઈ છે.2019માં સ્ટોક્સે ઈંગ્લેન્ડની વનડે વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સ 37 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી હાર થઈ અને પાકિસ્તાને સીરિઝ 2-1થી પોતાને નામ કરી હતી.

error: