Satya Tv News

મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે NCP (શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, ‘જો મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બનશે તો જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રાબાબુ નાયડુ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે.’તેમણે મહારાષ્ટ્રની આર્થિક અસ્થિરતા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું અને ભાજપ-આરએસએસ પર દેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

શનિવારે થાણે નજીક મુંબ્રામાં એક રેલીમાં, જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો હતો કે, ‘જો 20મી નવેમ્બરની વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધન એમવીએ સરકાર બનાવે છે, તો કેન્દ્રમાં ભાજપના સહયોગી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ તેને સમર્થન આપવાનું બંધ કરશે. MVA સત્તામાં આવ્યા પછી 3,000 રૂપિયાની માસિક નાણાકીય સહાય પૂરી પાડશે.’જિતેન્દ્ર આવ્હાડ અહીં જ ન રોકાયા અને તેમણે કહ્યું કે, ‘જનતા સમગ્ર વાસ્તવિકતા જાણે છે. NCP કોની પાર્ટી હતી? શરદ પવારની પાર્ટી હતી. પરંતુ અજિત પવારે શરદ પવાર સાથે દગો કર્યો અને પાર્ટી ચોરી લીધી. સાથે સાથે શરદ પવારના હાથમાંથી ઘડિયાળ પણ છીનવી લીધી. આ પોકેટમારોનું જૂથ છે.’

error: