Skip to main content

Satya Tv News

આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. ત્યારે આ સીઝનમાં સોના અને ચાંદીની ખરીદી પણ વધતી હોય છે ત્યારે આવામાં ફેસ્ટીવ કે વેડિંગ સીઝન હોય તેમાં ભાવ પણ વધુ જોવા મળતા હોય છે. પરંતુ હાલ જો તમારે લગ્નની ખરીદી કરવાની હોય તો તમને સસ્તામાં સોનું મળી શકે છે. સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,519 રૂપિયા ગગડીને 75,321 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે 76,840 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 2,554 રૂપિયાનો કડાકો થતા ભાવ 88,305 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 90,859 રૂપિયા પર ક્લોઝ થયો હતો.

આજે વાયદા બજારમાં ગોલ્ડ ફ્યૂચર 18 રૂપિયાના ઘટાડા સાથે 75,333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 75,351 ના ભાવ પર ક્લોઝ થયું હતું. ચાંદી 68 રૂપિયાના કડાકા સાથે 89,114 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે કાલે 89,182 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: