રાજકોટમાં હોસ્પિટલના પરિસરમાં જ પ્રસૂતાની ડિલિવરી કરવા મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ ખાતાકીય તપાસ બાદ 2 ડૉક્ટર અને આયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.પદ્મ કુંવરબા હોસ્પિટલના 2 ડૉક્ટર ડૉ. મૌલિક અને ડૉ. શિવાંગીને એક ટર્મની સજા ફટકારવામાં આવી છે. ધ્યાન રાખવાની જેની જવાબદારી છે તે રંજન બેનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. હેડ નર્સ કંચનબેનની જામનગર, પારૂલ બહેન વાઘનીની દ્વારકા તેમજ નિધિ ચૌહાણની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.
બિહારનો પરિવાર મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. મહિલાના પતિએ આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલ ગયા તો પહેલા કેસ કઢાવવા કહ્યું હતું જેથી તે કેસ કઢાવવા ગયા હતા. આ દરમિયાન મારા પત્નીની હોસ્પિટલ બહાર જ રસ્તા પર ડિલિવરી કરાવવામાં આવી હતી.