કોમોડિટી બજારમાં 18 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સતત ગગડ્યા બાદ આજે સોના અને ચાંદી ચડતા જોવા મળ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું સવારે 694 રૂપિયા ઉછળ્યું અને 74,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે ગત કારોબારી સત્રમાં 73,946 રૂપિયાના ભાવે બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 943 રૂપિયાની તેજી સાથે 89,364 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે ગત કારોબારી સત્રમાં 88,421 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 866 રૂપિયા ચડીને 74,605 રૂપિયા પર પહોંચ્યું છે જે શુક્રવારે 73,739 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી 1844 રૂપિયા ઉછળીને ઓપનિંગ રેટમાં 88,947 રૂપિયા પર પહોંચી છે જે શુક્રવારે 87,103 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.